શુદ્ધ ગુજરાતી
શુદ્ધ ગુજરાતી

@GujaratiWatch

6 Tweets 23 reads Jan 11, 2023
સિદ્ધરાજ જયસિંહનું પાટણ
ગુર્જરનરેશ સિદ્ધરાજ જયસિંહ ફક્ત મહાન વિજેતા જ ન હતા, ભવ્ય ઇમારતોના સર્જક પણ હતા. મહાલયો, મંદિરો, જળાશયો જેવા ભવ્ય બાંધકામો તેમણે કરાવ્યા.
તેમણે બંધાવેલા દેવાલયના શિખરો 'સૂર્યના અશ્વની ગતિને પણ સ્ખલિત કરે'.
પાટણ દેવાલયોની નગરી હતી અને પૃથ્વીના સ્ફટિક તરીકે શોભાયમાન હતું. તેની ફરતે ઊંચો કોટ હતો જેનાં શિખરોની સ્ફટિકશિલાઓ અપ્સરાઓના દર્પણનું કાર્ય કરતી. સરસ્વતી એટલી વિશાળ હતી કે હોડીમાં બેસીને પાર કરવી પડતી.
શ્રીમંતોના મહાલયોની ફરતાં પુષ્પે લચેલા ઉદ્યાન હતા. ત્યાંના નરનારી સંસ્કારી હતા
પાટણના બ્રાહ્મણો ષડ્વિધ ધર્મના વિદ્વાન હતા. સહસ્રલિંગ તળાવના તીરે તેમના માટે સત્રશાળાઓ અને મઠો બાંધેલા હતા. આ મઠોમાં અધ્યન કરતો વાક્જડ વિદ્યાર્થી પણ વાચાળ બની જતો.
છન્નુ જેટલા સંપ્રદાયો સંપીને રહેતા હતા. તેમાં કર્મકાંડી પણ હતા અને તત્ત્વચિંતકો પણ.
પાટણના રાજવીઓએ બનાવેલા દેવમંદિરોમાં બ્રહ્મા, વિષ્ણુ, શિવ, સૂર્ય, સોમ અને કાર્તિકેય પૂજાતા. સિદ્ધરાજની સભામાં અનેક શાસ્ત્રાર્થ થતા. તેની સભાાના ચાર વિદ્વાનો ના નામ મળે છે.
૧. તર્ક - જે મહાભારત અને પરાશરસ્મૃતિમાં પારંગત હતો.
૨. ઉત્સાહ - જે કાશ્મીરનો હતો અને વૈયાકરણ હતો.
૩. સગર - જે પ્રકાંડ પંડિત હતો
૪. રામ - જે તર્ક અને વાદનો વિદ્વાન હતો.
કમભાગ્યે ઇસ ૧૨૯૭માં મુસલમાનોના હાથે ગુજરાતનું પતન થયું. ત્યારબાદ ગુજરાત પર જે જંગલી વિનાશવૃત્તિનો જે જુવાળ ફરી વળ્યો તેણે આ સમગ્ર વૈભવનો નાશ કરી દીધો. અનેક સાહિત્યની કૃતિઓ પણ તેમાં નષ્ટ થવા પામી.
સંદર્ભ - ચક્રવર્તી ગૂર્જરો - ક. મા. મુનશી
પ્રકાશક ગૂર્જર પ્રકાશન
આ પુસ્તક તમને ગૂર્જર પ્રકાશન પાસેથી મળી શકશે.

Loading suggestions...